આટલું કરશો તો ઘૂંટણ ક્યારેય નહી ઘસાય…….

65 વર્ષની ઉંમરે, અડધાથી વધુ લોકોમાં ઘૂંટણનાં સાંધાનાં ઘસારા નાં એક્સ-રે તમે જોયા હશે અને જે ખુબજ પીડાદાયક હોય છે.હવે 50 વર્ષ નજીક ઉમર થતાં જ ઘૂંટણ ના ઘસારા ની શરૂઆત થવા લાગી છે. તેમ છતાં, આપણી ઉંમર વધતી વખતે ઘૂંટણ નો ઘસારો (અથવા OA) થવો એ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ નથી.

(ટૂંકમાં આપણે આ ઘૂંટણના ઘસારાને ઘડપણનો એક ભાગ સમજવો જોઈએ નહિ.)

સંશોધનકારો ઓસ્ટિઓઆર્થરાઇટિસના કારણોને સમજવા માટે કામ કરે છે, તેઓ રોગ અથવા તેની પ્રગતિને રોકવા માટે અને તમારા જીવન પરની અસર ઘટાડવા માટે સંશોધન કરે છે.

‌સાંધાના ઘસારાં ને રોકવા અથવા તેની પ્રગતિને રોકવા માટે તમે પાંચ પગલાં લઈ શકો છો.

‌નંબર 1: વજન નિયંત્રણ

જો તમે સ્વસ્થ વજન ધરાવતા હો, તો તે વજનને જાળવવું એ ઘસારાને રોકવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારું વજન વધારે છે, તો વજન ઓછું કરવું એ ઘૂંટણને સ્વસ્થ રાખવા માટેનું મુખ્ય પરિબળ છે.

WHO નાં અભ્યાસના આંકડા દર્શાવે છે કે ભારતમાં મેદસ્વી મહિલાઓને ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ (ઘૂંટણ નાં ઘસારા)થવાની સંભાવના સમતલ વજન ધરાવતી સ્ત્રીઓ કરતાં લગભગ ચાર ગણી છે. મેદસ્વી પુરુષો માટેનું જોખમ પાતળા પુરુષો કરતાં લગભગ પાંચ ગણું વધારે હોય છે.

વધારે વજન સાંધા ને ઘસારો આપે છે, ખાસ કરીને શરીરના વજન  ખમતા જેવા કે ઘૂંટણ અને થાપાના સાંધા, જેનાં લીધે  કાર્ટિલેજ (ગાદી) ઘસાય જાય છે.

જો તમને પહેલેથી જ ઘૂંટણ નો ઘસારો છે, તો વજન ઓછું કરવાથી એ લક્ષણો સુધારવામાં મદદ મળી શકે છે.

નંબર 2:  નિયમિત કસરત.

જો સાથળની આગળની બાજુમાં આવતા સ્નાયુઓ નબળા હોય, તો સંશોધન બતાવે છે કે તમને પીડાદાયક ઘૂંટણ નાં ઘસરાનું જોખમ વધારે છે.  સદભાગ્યે, આ સ્નાયુઓની શક્તિ નાં પ્રમાણમાં  નજીવો વધારો પણ જોખમ ઘટાડી શકે છે.પીડાદાયક સાંધા પર ગરમ અથવા ઠંડા શેકનો ઉપયોગ કરી દુખાવો ઓછો કરી શકાય છે. આવું કરવાથી કસરત કરવી સરળ થઈ શકે છે. સૌથી સલામત કસરતો તે છે જે સાંધા પર શરીરનું વજન ઓછું રાખે છે, જેમ કે સાયકલ ચલાવવી, સ્વિમિંગ કરવું.

‌ નંબર 3: ઈજાઓ ટાળો અથવા તેમની સારવાર કરો.

પુખ્ત વયે થયેલ સાંધાની ઈજાથી ઘસારાનુ જોખમ વધી જાય છે. લાંબા ગાળાના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કિશોરાવસ્થામાં અથવા ઘડપણમાં ઘૂંટણની ઈજા થઈ નથી તેવા લોકોની તુલનામાં ઈજા પહોંચતા લોકોમાં તે ઘૂંટણ નાં ઘસારા ની સંભાવના ત્રણ ગણી વધારે હોય છે.

જો તમને સાંધાની ઇજા થાય છે, તો તાત્કાલિક તબીબી સારવાર લેવી અને વધુ નુકસાનથી બચવા માટે પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે.

નંબર 4: આહાર.

ઘૂંટણ નાં ઘસારા ને રોકવા માટે કોઈ ચોક્કસ આહાર દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ કેટલાક પોષક તત્વો આ તકલીફના જોખમ અથવા તેની તીવ્રતાના ઘટાડા સાથે સંકળાયેલા છે.  તેમાં શામેલ છે:

ઓમેગા -3 ફેટી એસિડ્સ યુક્ત ખોરાક.  આ તંદુરસ્ત ચરબી સાંધાનો સોજો ઘટાડે છે, અને દુખાવામા રાહત આપે છે. ઓમેગા -3 ફેટી એસિડ્સના સ્રોત છે, અખરોટનું તેલ, સોયાબીન, ફ્લેક્સસીડ / અળસી અને ઓલિવ.

અભ્યાસોએ બતાવ્યું છે કે વિટામિન ડી લેવાથી ઘૂંટણ નાં ઘસારા થી પીડાતા લોકોનાં દર્દમાં ઘટાડો થાય છે. તમારું શરીર સૂર્યપ્રકાશના પ્રતિસાદમાં જરૂરી વિટામિન ડીનો મોટોભાગ બનાવે છે.

નંબર 5 : એક મુલાકાત વ્યોમ પર

વ્યોમ પર તમારા દુખતા અને ન મટતા સાંધા નું અસેસમેન્ટ (નિદાન) કરી સારવાર મેળવો. સાંધાના ઘસારા ના શરૂઆતી લક્ષણો ને મટાડો કે જે તમને ઘૂંટણ પ્રત્યારોપણનાં ઓપરેશન તરફ લઇ જાય છે.

Call Now Button