લગભગ, ૮૦ ટકા લોકોને કમરનો દુઃખાવો જીવનમાં એક વખત જરુર થાય છે. શા માટે કમર નો દુખાવા ખૂબ જ જોવા મળી રહ્યાં છે , એ પ્રશ્ન ખૂબ જ અગત્ય નો છે.
પહેલા તો કમરનો આકાર જ એ રીતે છે તેને વળવા મા આસાની રહે. જેનાં કારણે શરીર જ્યારે વળે છે ત્યારે કમરમાં રહેલા મણકા અને ગાદી પર ખૂબ જ વજન જાય છે, માટે કમર મા ઈજા થાય તેનુ જોખમ વધી જાય છે.
આજના ભાગદોડ વાળા અને વ્યસ્ત જીવન મા કમર ના દુખાવા વધું જોવા મળી રહ્યાં છે. જીવનશૈલીના આધાર પર કમરના દુખાવા નીચે ના કારણોસર વઘુ જોવા મળે છે.
1) કમરના આજુબાજુ નાં સ્નાયુઓની નબળાઈ.
કમરની આજુબાજુનાં નાના તેમજ મોટા સ્નાયુઓ મળી ને કમરને મજબૂતાઈ આપે છે. આ સ્નાયુ કમરને વળવામાં, વજન ઉપાડવામાં, શરીરને ઉભા રેહતી વખતે તેમજ ટટ્ટાર બેસવામાં મદદ કરે છે. જો આ સ્નાયુઓમાં નબળાઈ હોય તો કામ કરવાથી , વજન ઉપાડવાથી અથવા તો એક જ સ્થિતીમાં શરીરને રાખી કામ કરવાથી કમર માં ઈજા થઈ શકે છે. આ ઈજા ગાદી, મણકા, સ્નાયુ અથવા મણકા ને જોડતા સાંધામા થાય છે.
2) ખરાબ પોસ્ચર (શરીરની ખોટી સ્થિતી)
કમરના સ્નાયુ મજબૂત હોવા છતા જો શરીરને યોગ્ય સ્થિતિ મા રાખી કામ ના કરવા મા આવે તો કમરને થતી ઈજા રોકી શકાતી નથી.
3) અપુરતૂ પોષણ
શરીરમાં વિટામિન(B12,D3) , કેલ્શિયમ અને ખનીજ તત્વો ની ઉણપના કારણે શરીરનો સૌથી વધું ભાર ખમતો એવો કમરના ભાગમા થાક લાગી શકે છે અને દુઃખાવો થાય છે. આધુનિક યુગમાં સમતોલ આહાર તરફ વળગી રેહવું મુશ્કેલ બનતા આ ઉણપ સર્જાય છે.
4) નિયમિત શારિરીક કસરતનો અભાવ
બેઠાડુ જીવન તેમજ કસરતનો અભાવ ને લીધે સ્નાયુ અને હાડકા નબળા થાય છે. નિયમિત કસરત થી સ્નાયુ અને સાંધા શિથિલ અને સખત થતા અટકે છે, જેનાં લીધે અણધારી ઇજા થતી રોકી શકાય છે.
આ સિવાય કમરનો દુઃખાવો બીજા ઘણાં કારણોસર થાય છે પણ મુખ્યત્વે ઉપરના કારણો જ જવાબદાર હોય છે. જેનાં પર સમયસર ધ્યાન ન દેવામાં આવે તો આગળ જતા ગાદી, મણકા અને તેનાં સાંધા પર વધું ખરાબ અસર કરે છે.
વ્યોમ- એડવાન્સડ્ પેઈન ઍન્ડ સ્પોર્ટ્સ ક્લિનિક પર ન મટતી કમર નું અસેસસ્મેન્ટ કરાવી તેની સારવાર લો.